
મેચ રદ થાય તે પહેલા ભારતે 9.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા. જોકે, વરસાદને કારણે રમત ફરી એકવાર રોકવામાં આવતા આખરે મેચ રદ કરવામાં આવી હતી.

શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ ઈનિંગ દરમિયાન શાનદાર બેટિંગ કરી. ગિલ 20 બોલમાં 37 રન બનાવીને અણનમ રહ્યો. સૂર્યાએ 24 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. અભિષેક શર્માએ પણ 14 બોલમાં 19 રન બનાવ્યા. (PC : X / BCCI)
Published On - 5:20 pm, Wed, 29 October 25