
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે.

એજબેસ્ટન ખાતે પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટની અંતિમ ઇનિંગમાં રૂટે મેચવિનિંગ અણનમ 62 રન બનાવ્યા.

આ અડધી સદી સાથે, જો રૂટ ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર વિશ્વનો નંબર 1 બેટ્સમેન બન્યો હતો.

જો રૂટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો અને ટેસ્ટમાં સૌથી બવધુ ફિફ્ટીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

સચિન તેંડુલકરે પોતાના ઐતિહાસિક 200 મેચના ટેસ્ટ કરિયરમાં 68 અડધી સદી ફટકારી હતી અને હવે વર્ષો બાદ આ રેકોર્ડ તૂટયો હતો.

હવે, જો રૂટ પોતાની 69મી ટેસ્ટ અડધી સદી સાથે યાદીમાં ટોચ પર પહોંચી ગયો છે. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલ 66 અડધી સદી સાથે ત્રીજા સ્થાને છે.

પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડને આઠ વિકેટથી વિજય અપાવવા માટે 69 બોલમાં અણનમ 62 રન બનાવનારા જો રૂટે આ મેચમાં વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો. તે બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન મેદાન પર 1,000 થી વધુ રન બનાવનાર ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો.

જો રૂટે ચાર અલગ અલગ મેદાનો પર 1,000 થી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ફક્ત ત્રીજો ખેલાડી છે. રૂટ પહેલા ફક્ત દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસ અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે આ સિદ્ધિ મેળવી હતી. (PC:PTI/X)