Breaking News: મેચ ડ્રો થઈ છતાં ઈશાન કિશનની ઈસ્ટ ઝોન ટીમ બની દુલીપ ટ્રોફી ચેમ્પિયન, જાણો શું છે નિયમ

ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે રમાયેલ દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલ મેચ ડ્રો રહી હતી, પરંતુ ખિતાબ ઈશાન કિશનની ટીમે પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચ ડ્રો રહી છતાં ટ્રોફી બંને ટીમોએ શેર કેમ ના કરી અને ઈસ્ટ ઝોન કેવી રીતે ચેમ્પિયન બન્યું, ચાલો જાણીએ શું છે BCCIનો નિયમ.

| Updated on: Sep 10, 2026 | 4:07 PM
1 / 5
દુલીપ ટ્રોફી 2026ની ફાઇનલમાં ઈશાન કિશનની આગેવાની હેઠળ ઈસ્ટ ઝોને શાનદાર પ્રદર્શન કર્યું. પાંચ દિવસની રમત બાદ મેચ ડ્રો રહી, પરંતુ પ્રથમ ઇનિંગમાં મળેલી મોટી લીડના આધારે ઈસ્ટ ઝોનને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું. આ સાથે ઈસ્ટ ઝોને ટ્રોફી પોતાના નામે કરી લીધી.

2 / 5
ઈસ્ટ ઝોને પ્રથમ ઇનિંગમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ઈશાન કિશને 270 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કુમાર કુશાગ્રે 101 અને શિખર મોહને 85 રન બનાવ્યા હતા. ઈશાનની આ ઇનિંગે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

3 / 5
જવાબમાં સાઉથ ઝોનની ટીમ 336 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈસ્ટ ઝોનને પ્રથમ ઇનિંગમાં 372 રનની લીડ મળી હતી. આ લીડ બાદ ઈશાનની ટીમે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરી અને મેચ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી. ઈશાને બીજી ઇનિંગમાં પણ 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

4 / 5
ઈશાન કિશને ફાઇનલમાં કુલ 350 રન બનાવ્યા અને દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે દિનેશ કાર્તિકનો 333 રનનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ઈશાનને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો.

5 / 5
હવે સવાલ એ છે કે મેચ ડ્રો હોવા છતાં ટ્રોફી ઈસ્ટ ઝોનને કેમ મળી? BCCIના નોકઆઉટ રેડ-બોલ મેચના નિયમ મુજબ, ફાઇનલ ડ્રો થાય તો પ્રથમ ઇનિંગમાં લીડ મેળવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. પ્રથમ ઇનિંગમાં સાઉથ ઝોન ઈસ્ટ ઝોનથી 372 રન પાછળ રહી હોવાથી ઈસ્ટ ઝોનની લીડ રહી હતી. તેથી મેચનો અંત ડ્રોમાં થયો હોવા છતાં ટ્રોફી ઈસ્ટ ઝોનને મળી. (PC:PTI/X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.