બીજાની ફિટનેસ પર સવાલ, પરંતુ કેપ્ટન પોતે જ ઈજાથી પરેશાન ? ટીમ ઈન્ડિયામાં મોટો સવાલ

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 1-2 થી હારી ગઈ હતી. લોર્ડ્સમાં અંતિમ મેચમાં મળેલી હાર બાદ કેપ્ટન શુભમન ગિલે ટીમની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે મોટો સવાલ એ છે કે કેપ્ટન પોતે પણ ફિટનેસની સમસ્યાથી પરેશાન છે. એવામાં ખેલાડીઓની સાથે કેપ્ટન તરફ પણ આંગળી ઉઠી રહી છે.

| Updated on: Jul 20, 2026 | 5:56 PM
1 / 5
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા ODI શ્રેણી પણ હારી ગઈ. આ હાર બાદ કેપ્ટન શુભમન ગિલે ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા. ગિલ માને છે કે ભારતીય ખેલાડીઓની ફિટનેસ નબળી છે, જે 2027 વર્લ્ડ કપમાં તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

2 / 5
ઈંગ્લેન્ડ સામેની હાર બાદ શુભમન ગિલે કહ્યું કે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપમાં સતત 11 મેચ રમવાની છે. જોકે, ટીમ ઈ ન્ડિયા પાસે એવા ખેલાડીઓ છે જે બે-ત્રણ મેચની શ્રેણી પણ પૂર્ણ કરી શકતા નથી. ગિલે કહ્યું કે એક ટીમ તરીકે ખેલાડીઓએ તેમની ફિટનેસ પર કામ કરવું પડશે.

3 / 5
શુભમન ગિલનો મુદ્દો સાચો છે. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાઓ થઈ હતી. ત્યારબાદ કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓને પણ ઈજાઓ થઈ હતી. નીતીશ રેડ્ડી ઈજાને કારણે સમગ્ર પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો.

4 / 5
જોકે, શુભમન ગિલની ફિટનેસ પર બેસ્ટ નથી. ત્રણમાંથી બે ODI મેચમાં તેને સંઘર્ષ કરવો પડ્યો છે. જે બે મેચમાં તેણે અડધી સદી ફટકારી હતી, તેમાં તેને હેમસ્ટ્રિંગમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતીય કેપ્ટનનું પણ ટીમમાં સ્થાન સુરક્ષિત નહીં રહે.

5 / 5
રોહિત શર્મા લોર્ડ્સ વનડેમાં સદી ફટકારતી વખતે હેમસ્ટ્રિંગમાં ખેંચાણથી પરેશાન દેખાતો હતો. ફક્ત શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી જ સંપૂર્ણ ફિટ દેખાય છે. અક્ષર પટેલની ફિટનેસ પણ સારી દેખાય છે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.