
ટીમ ઈન્ડિયાની જાહેરાત દરમિયાન મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પણ પ્રેસ કોન્ફરન્સમાં બુમરાહ વિશે મોટી અપડેટ આપી હતી. અજિત અગરકરે કહ્યું હતું કે, 'બુમરાહને પાંચ અઠવાડિયા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે અને તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં.' એટલે કે જો બધું બરાબર રહ્યું તો બુમરાહ શ્રેણીની છેલ્લી મેચમાં જોવા મળી શકે છે. પરંતુ પ્રેસ રિલીઝમાં બુમરાહ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી, જેના કારણે ચાહકોનું ટેન્શન વધી ગયું છે.

જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યો છે. આ વખતે પણ તે પીઠની ઈજાને કારણે મેદાનની બહાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં બુમરાહની ઈજા અંગે કોઈ અપડેટ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે. બુમરાહ વગર ભારતીય બોલિંગ આક્રમણ નબળું થઈ શકે છે. બીજી તરફ, શમી પણ તાજેતરમાં ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. પણ તે સંપૂર્ણપણે પોતાની લયમાં હોય તેવું લાગતું નથી. (All Photo Credit : PTI / GETTY)