Breaking News : આ 7 યુવા ખેલાડીઓએ IPL 2026માં લખી સફળતાની નવી કહાની, દમદાર પ્રદર્શનથી બનાવ્યું નામ

IPL 2026 ની સિઝન RCB ની જીત સાથે સમાપ્ત થઈ, પરંતુ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચા યુવા અને ઓછા જાણીતા ખેલાડીઓના પ્રદર્શનની રહી. અનેક નવા ચહેરાઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી IPL જગતમાં નવી ઓળખ બનાવી. આ ખેલાડીઓએ સાબિત કર્યું કે તક મળે તો પ્રતિભા પોતાનો જાદૂ જરૂર બતાવે છે. ચાલો જાણીએ સાત યુવા સ્ટાર વિશે જેમણે આ સિઝનમાં દમદાર પ્રદર્શનથી પોતાનું નામ બનાવ્યું છે.

| Updated on: Jun 01, 2026 | 7:10 PM
1 / 8
IPL ની આ સિઝને સાબિત કર્યું કે ક્રિકેટમાં અનુભવથી વધુ મહત્વ પ્રદર્શનનું છે. અને સાત યુવા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી બતાવી દીધું કે ક્રિકેટનું ભવિષ્ય હવે તેમના હાથમાં છે અને તેઓ આગળ પણ પોતાની છાપ છોડવા તૈયાર છે.

2 / 8
લખનૌ સુપર જાયન્ટ્સના મુકુલ ચૌધરીએ IPL 2026માં પોતાની બેટિંગથી ખાસ છાપ છોડી. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 27 બોલમાં 54 રનની ધમાકેદાર ઈનિંગે તેને ચર્ચામાં લાવી દીધો. સમગ્ર સિઝનમાં તેણે 10 મેચમાં 170 રન બનાવીને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

3 / 8
પંજાબ કિંગ્સના સૂર્યાંશ શેડગેએ પોતાના આક્રમક અંદાજથી બધાનું ધ્યાન ખેંચ્યું. 175.55ના સ્ટ્રાઈક રેટ સાથે તેણે 158 રન બનાવ્યા અને ઘણી મેચોમાં ઝડપી રન બનાવી ટીમને મજબૂતી આપી. તેની ફિનિશિંગ ક્ષમતા આ સિઝનની ખાસ ઓળખ બની.

4 / 8
ઉર્વિલ પટેલ IPL 2026નો સૌથી ચર્ચિત યુવા ખેલાડી રહ્યો. લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં 50 રન ફટકારી તેણે IPL ઈતિહાસનો સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ બનાવ્યો. આ ઈનિંગે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો અને સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી.

5 / 8
ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર અંશુલ કંબોજે ઈજાની સમસ્યા વચ્ચે પણ સતત સારું પ્રદર્શન કર્યું. આ સિઝનમાં તેણે 21 વિકેટ ઝડપી અને ટીમનો સૌથી સફળ બોલર બન્યો. તેની લાઈન-લેન્થ અને સ્વિંગ બોલિંગે બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા.

6 / 8
RCBના ફાસ્ટ બોલર રસિક દાર સલામ માટે IPL 2026 કારકિર્દીની સૌથી સફળ સિઝન રહી. તેણે 21 વિકેટ લઈને ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. દબાણભરી પરિસ્થિતિમાં તેની બોલિંગે RCBને ઘણી મહત્વપૂર્ણ  મેચોમાં  જીત અપાવી.

7 / 8
લખનૌ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવે બીજી જ સિઝનમાં પોતાને મુખ્ય બોલર તરીકે સાબિત કર્યો. 14 મેચમાં 16 વિકેટ સાથે તે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો. તેની સતત પ્રગતિએ LSGની બોલિંગને મજબૂત આધાર આપ્યો.

8 / 8
SRHમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સાકિબ હુસૈને મહત્વની ભૂમિકા ભજવી. તેણે 11 મેચમાં 15 વિકેટ લઈને પોતાની ડેબ્યૂ સિઝન યાદગાર બનાવી. તેની સ્થિર બોલિંગે ટીમના પેસ એટેકને સંતુલન આપ્યું. (PC:PTI/X/IPL)

Follow Us