IND vs SL: 10 મેચમાં 60 વિકેટ છતાં ટીમ ઈન્ડિયાથી બહાર, રણજીના આ 4 ખેલાડીઓને ફરી ન મળી તક

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતાં જ પસંદગી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ખેલાડીઓની વાપસી થઈ, તો કેટલાક નવા ચહેરાઓને તક મળી. જોકે, ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ચાર ખેલાડીઓ ફરી પસંદગીકારોની નજરથી દૂર રહ્યા. તેમાં એક એવો બોલર પણ છે, જેણે રણજી ટ્રોફીની એક સિઝનમાં 60 વિકેટ ઝડપી હતી.

| Updated on: Jul 28, 2026 | 5:06 PM
1 / 5
BCCIએ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક અનુભવી ખેલાડીઓની વાપસી થઈ છે, જ્યારે અનકેપ્ડ ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. જોકે, ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ માટે આ પસંદગી નિરાશાજનક રહી છે. રણજી ટ્રોફીના ચાર હીરોને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું નથી.

2 / 5
જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબી આ યાદીમાં સૌથી ચર્ચિત નામ છે. 2025-26 રણજી ટ્રોફીમાં તેણે માત્ર 10 મેચમાં 60 વિકેટ ઝડપી હતી અને સિઝનનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં તેના સમાવેશની ચર્ચા થઈ હતી, પરંતુ શ્રીલંકા પ્રવાસ માટે પણ પસંદગીકારોએ તેને તક આપી નથી.

3 / 5
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. શમીએ ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023માં રમી હતી. ત્યારથી તે ઘરેલુ ક્રિકેટમાં પોતાની તાકાત સાબિત કરી રહ્યો છે. 2025-26 રણજી ટ્રોફીમાં બંગાળ માટે રમતાં શમીએ સાત મેચમાં 37 વિકેટ ઝડપી હતી, છતાં તેની વાપસી થઈ નથી.

4 / 5
કર્ણાટકના બેટ્સમેન રવિચંદ્રન સ્મરણ 2025-26 રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા હતા. તેમણે નવ મેચમાં 86.36ની શાનદાર સરેરાશથી 950 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ચાર સદી પણ ફટકારી હતી. આટલા પ્રભાવશાળી પ્રદર્શન છતાં 23 વર્ષીય સ્મરણને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.

5 / 5
કરુણ નાયરને 2025માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં તક મળી હતી, પરંતુ ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. 2025-26 રણજી ટ્રોફીમાં નાયરે ફરી પોતાના બેટથી જવાબ આપ્યો અને નવ મેચમાં 58.25ની સરેરાશથી 699 રન બનાવ્યા. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી થઈ નથી. (PC:PTI/X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.