ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈએ હાલમાં જે 10 પોઈન્ટની પોલિસી બનાવી છે. તેને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એટલે કે,CABએ લાગુ કરી છે.PTIના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ પોતાની 10 પોઈન્ટવાળી પોલિસી તમામ રાજ્ય સંઘોને મોકલી છે.જ્યાં ભારત-ઇંગ્લેન્ડ ટી20 સીરિઝની મેચો રમાનારી છે. પહેલી મેચ કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, CAB એ પણ તે નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે.
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ કન્ફોર્મ કર્યું કે,સંધ દ્વારા બીસીસીઆઈએ બનાવેલી નવી ગાઈડલાઈન મુજબ કામ શરુ થઈ ગયું છે. સ્નેહાશીષ ગાંગુલીએ આગળ કહ્યું કે, બીસીસીઆઈના 10 પોઈન્ટની પોલિસી મુજબ CAB કોઈ પણ ખેલાડી માટે અલગથી ગાડી કરશે નહિ.
તેમણે PTIને કહ્યું કે, ભારતીય ટીમ માટે બસની વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય કોઈ અંગતકારણોસર ગાડી આપવામાં આવશે નહિ.
CABના અધ્યક્ષએ કહ્યું કે, તે બસની ગાઈડલાઈનને ફોલો કરશે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, તમામ ખેલાડી ટીમ સાથે ટ્રાવેલ કરશે. કોઈ પણ ખેલાડી અલગ નહિ જાય. બીસીસીઆઈએ જે 10 પોઈન્ટની પોલિસી બનાવી છે. એક એ પણ છે કે, તમામ ખેલાડી ટીમ બસ સાથે મેચ કે પ્રેક્ટિસ સેશન માટે જશે.
બીસીસીઆઈની નવી પોલિસીમાં ટીમ બસમાં ટ્રાવેલ કર્યા સિવાય ખેલાડીઓના પરિવાર સાથે જોડાયેલા, રમત સાથે જોડાયેલા અનેક નિયમો બનાવ્યા છે. પોલિસી બનાવ્યા બાદ ભારતીય ટીમની આ પ્રથમ સીરિઝ રમાય રહી છે. જેની પહેલી મેચ કોલકત્તામાં રમાશે. આવી સ્થિતિમાં, CAB તે નીતિ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ સંગઠન બન્યું છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 સિરીઝની પહેલી મેચ 22 જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે, બીજી મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી T20 મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
Published On - 10:20 am, Mon, 20 January 25