
અભિષેકના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનામાં તેની ફ્લાઈટ પણ છૂટી ગઈ છે. તેમે ખાસ કાઉન્ટર મેનેજર સુષ્મિતા મિત્તલનું નામ લીધું છે. જેનું વર્તન ખુબ ખરાબ હતુ.

અભિષેકે આગળ કહ્યું કે, તેની પાસે એક જ રજા હતા પરંતુ ફ્લાઈટ ચૂકી જવાને કારણે રજા પણ બરબાદ થઈ ગઈ છે. તેના જણાવ્યા મુજબ ઈન્ડિગો તરફથી પણ તેને કોઈ મદદ કરવામાં આવી ન હતી. તેમણે ક્યું કે,આ કોઈ પણ એરલાઈન્સની સાથે તેનો સૌથી ખરાબ અનુભવ છે.

અભિષેક શર્માએ હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝ માટે પસંદગી કરવામાં આવી છે. તે આ સીરિઝમાં સંજુ સેમસનની સાથે ભારતીય ઈનિગ્સની શરુઆત કરી શકે છે. અભિષેક શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં સારા રન બનાવ્યા છે. આ ઘરેલું ટૂર્નામેન્ટમાં તે રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન રહ્યો છે. આશા છે કે, તેનું આ ફોર્મ અભિષેક શર્મા ઈંગ્લેન઼્ વિરુદ્ધ પણ જાળવી રાખે.