દિલ્હી કેપિટલ્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અક્ષર પટેલ IPL 2025 સીઝન માટે ટીમનું નેતૃત્વ કરશે. ડાબોડી ઓલરાઉન્ડર 2019 થી ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલો છે અને 16.5 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે રિટેનશન દરમિયાન સૌથી મોંઘો ખેલાડી બન્યો.
દિલ્હી કેપિટલ્સે X (અગાઉ ટ્વિટર) પર એક વિડીયો બહાર પાડ્યો, જેમાં અક્ષર પટેલને નવા કેપ્ટન તરીકે રજૂ કરવામાં આવ્યો. આ વીડિયોમાં કેએલ રાહુલ પણ જોવા મળ્યો હતો. વીડિયોમાં, અક્ષરે મજાકમાં કહ્યું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં વ્યસ્ત હતો, જેના કારણે તેની ડીસી કેપ્ટનશીપની જાહેરાતમાં વિલંબ થયો.
દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ છેલ્લા કેટલાક સીઝનથી ઋષભ પંતના હાથમાં હતી, પરંતુ આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને જાળવી રાખ્યો નથી. આ પછી એવું નક્કી થયું કે ટીમને નવો કેપ્ટન મળવાનો છે. IPL 2025 ની હરાજીમાં, દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને પણ ટીમમાં ઉમેર્યો, જેનાથી કેપ્ટનશીપ અંગે વધુ અટકળોને વેગ મળ્યો.
દિલ્હી કેપિટલ્સના ચેરમેન કિરણ કુમાર ગાંધીએ કેપ્ટનશીપની જાહેરાત કરતા કહ્યું, "અમને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે અક્ષર પટેલ મળવાનો ખૂબ આનંદ છે. તે 2019 થી આ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને હંમેશા ટીમના મૂલ્યોને સ્વીકાર્યો છે. આ તેના માટે એક સ્વાભાવિક નેતૃત્વ યાત્રા છે - તે છેલ્લા બે સીઝનથી ઉપ-કપ્તાન છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેણે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી છે. તેને અમારા કોચિંગ સ્ટાફ અને સિનિયર લીડરશીપ ટીમનો સંપૂર્ણ ટેકો છે, અને અમને વિશ્વાસ છે કે તે આ ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કરશે."
31 વર્ષીય અક્ષર પટેલે 2024-25 સીઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં ગુજરાત ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ ઉપરાંત, જ્યારે ઋષભ પંત પર ધીમા ઓવર રેટને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે તેણે IPL મેચમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ પણ કર્યું હતું. (All Image - IPL)
Published On - 4:35 pm, Fri, 14 March 25