IND vs AUS : ટીમ ઈન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયાના PMએ લીધી સેલ્ફી, વિરાટ કોહલીને પાઠવી શુભકામના

|

Nov 29, 2024 | 12:12 PM

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસની શાનદાર શરુઆત કરી છે. પર્થમાં રમાયેલી પહેલી સીરિઝમાં 295 રનથી જીત મેળવી હતી. આ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને એન્થોની અલ્બેનીઝ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામેની 2 દિવસીય મેચ પહેલા મુલાકાત કરી હતી.

1 / 5
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા પહોંચી છે. આ સીરિઝની શરુઆતમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી બાદ ટીમે પહેલી મેચમાં જીત મેળવી છે. પહેલી ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહએ કેપ્ટનશીપ કરી હતી.

2 / 5
હવે આ સીરિઝની આગામી મેચ 6 ડિસેમ્બરના રોજ એડિલેડ મેદાનમાં રમાશે. જે પિંક બોલથી રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ 2 દિવસની પ્રેક્ટિસ મેચ 30 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ રમશે. જે પિંક બોલથી જ રમાશે.

3 / 5
 આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બાનીઝે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝને ક્રિકેટ ખુબ પસંદ છે.

4 / 5
એન્થોની અલ્બેનીઝએ ભારતના તમામ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને સાથે સેલ્ફી પણ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીને પર્થ ટેસ્ટમાં તેમણે ફટકારેલી સદી માટે શુભકામના પણ પાઠવી હતી.

5 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ પર્થમાં રમાય હતી. આ મેચમાં ભારતની જીત થઈ છે અને સીરિઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની બીજી મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે.

Next Photo Gallery