
મિચલ સ્ટાર્ક આજે એક ફાસ્ટ બોલર છે. પરંતુ જ્યારે તેમણે ક્રિકેટના મેદાનમાં પગ મુક્યો ત્યારે તે વિકેટકીપર તરીકે ઓળખાતો હતો. કહેવામાં આવે છે કે, જ્યારે તે અને હીલી પોતાની ટીમ માટે વિકેટકીપિંગ કરી રહ્યા હતા ત્યારે પહેલી વખત મળ્યા હતા.

એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઈયાન હીલીની પુત્રી છે. સ્ટાર્ક અને તેના પિતાની જેમ એલિસા પણ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન છે. સ્ટાર્ક અને એલિસા હીલી વચ્ચે કનેક્શન જોઈએ તો બંન્ને ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. હીલી બેટથી ક્રિકેટમાં ધમાલ મચાવે છે તો સ્ટાર્ક બોલથી પુરુષ ટીમમાં રમી રહ્યો છે.(ALL Photo: Instagram/mstarc56)
Published On - 2:36 pm, Fri, 29 September 23