
અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી ભારતીય ટેસ્ટ ટીમના મિડલ ઓર્ડરના મહત્વના બેટર્સ રહ્યા છે. બંનેએ લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમવાની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વાઈસ-કપ્તાનની જવાબદારી પણ સંભાળી હતી.

રહાણેની નિવૃત્તિ બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. કોહલીએ રહાણેને સ્લિપમાં સૌથી વિશ્વસનીય ફિલ્ડર ગણાવવાની સાથે ટેસ્ટમાં પોતાનો બેસ્ટ બેટિંગ પાર્ટનર પણ ગણાવ્યો હતો.

કોહલીના આ શબ્દો પાછળ બંનેની શાનદાર બેટિંગ ભાગીદારીનું મોટું કારણ છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી અને રહાણેએ કુલ 67 ઇનિંગમાં સાથે બેટિંગ કરી છે. આ દરમિયાન બંનેએ મળીને 3,661 રન બનાવ્યા છે.

આ ભાગીદારીમાં 10 સદી અને 17 અડધી સદીની ભાગીદારી સામેલ છે. બંને વચ્ચેની સૌથી મોટી ભાગીદારી 365 રનની રહી છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ભારતીય બેટર સાથે કોહલીની આ સૌથી મોટી ભાગીદારી છે.

કોહલી અને રહાણેની જોડીએ ભારતીય ટેસ્ટ ટીમના સફળ યુગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ ચેતેશ્વર પૂજારા સાથે પણ 3,513 રન બનાવ્યા છે, પરંતુ રહાણે સાથેની 3,661 રનની ભાગીદારી તેમને ખાસ બનાવે છે. આ જ આંકડા સમજાવે છે કે કોહલી માટે રહાણે માત્ર સાથી ખેલાડી નહીં, પરંતુ ખાસ બેટિંગ પાર્ટનર કેમ રહ્યો છે. (PC:X/VIRATKOHLI)
Published On - 9:18 pm, Thu, 30 July 26