
1982માં કોઈ ટીમે ચેપોકમાં ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચમાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ મેચ ડ્રો રહી હતી.

ચેન્નાઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 34 રનની અંદર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા થયા હતા.