AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ODI સિરીઝમાં કારમી હાર બાદ T20 શ્રેણીમાં બાંગ્લાદેશને હરાવી ઓસ્ટ્રેલિયાએ બચાવી પોતાની લાજ

ODI શ્રેણીમાં નિરાશાજનક હાર બાદ ઓસ્ટ્રેલિયાએ T20 ક્રિકેટમાં જોરદાર વાપસી કરી છે. ચટ્ટોગ્રામમાં રમાયેલી બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 7 રનથી હરાવી શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી. મેથ્યુ રેનશો અને ટિમ ડેવિડની વિસ્ફોટક બેટિંગ ઓસ્ટ્રેલિયાની જીતનું મુખ્ય કારણ બની.

Breaking News: ODI સિરીઝમાં કારમી હાર બાદ T20 શ્રેણીમાં બાંગ્લાદેશને હરાવી ઓસ્ટ્રેલિયાએ બચાવી પોતાની લાજ
| Updated on: Jun 19, 2026 | 5:51 PM
Share

ODI શ્રેણીમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ T20 શ્રેણીમાં શાનદાર વાપસી કરી છે. ચટ્ટોગ્રામના બીર શ્રેષ્ઠો ફ્લાઇટ લેફ્ટનન્ટ મતીઉર રહેમાન સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ 7 રનથી જીત મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી. આ જીત સાથે કાંગારૂ ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી છે.

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી. જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ અને કૂપર કોનોલી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, ત્યારબાદ મેથ્યુ રેનશો અને ટિમ ડેવિડે ઇનિંગ સંભાળી હતી. બંને બેટ્સમેનોએ આક્રમક રમત દાખવી અને બાંગ્લાદેશના બોલરો પર દબાણ બનાવ્યું.

ઓસ્ટ્રેલિયાએ 196 રન ફટકાર્યા

મેથ્યુ રેનશોએ 52 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં અનેક આકર્ષક શોટ્સનો સમાવેશ થયો હતો. બીજી તરફ ટિમ ડેવિડે માત્ર 26 બોલમાં 45 રન ફટકારી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. બંનેએ મળીને 9 છગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયા 196 રનના પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યું.

બાંગ્લાદેશની 7 રનથી હાર્યું મેચ

197 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે સારી શરૂઆત કરી હતી. તન્ઝીદ હસન તમીમે ઝડપી 30 રન બનાવ્યા હતા, જ્યારે સૈફ હસને 42 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન તૌહીદ હૃદયોય અને પરવેઝ હુસૈન એમોને પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, પરંતુ ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી નહોતી.

ત્રીજી અને અંતિમ T20 મેચ 21 જૂને રમાશે

ઓસ્ટ્રેલિયાના બોલરોએ અંતિમ ઓવરોમાં દબાણ જાળવી રાખ્યું હતું. એરોન હાર્ડીએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે નાથન એલિસ, જોએલ ડેવિસ અને મેથ્યુ રેનશોએ એક-એક વિકેટ મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 મેચ 21 જૂને રમાશે, પરંતુ શ્રેણીનો નિર્ણય પહેલેથી જ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં આવી ચૂક્યો છે.

Breaking News: વિરાટ કોહલીની વાપસી પર મોટું અપડેટ, આ તારીખે ફરી મેદાનમાં ઉતરી શકે છે કિંગ કોહલી

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">