
અમદાવાદમાં ક્રિકેટ પ્રત્યે યુવાનોમાં ઉત્સાહ સતત વધી રહ્યો છે. ઘણા યુવાનો હવે ક્રિકેટને માત્ર શોખ તરીકે નહીં પરંતુ કરિયર તરીકે પણ જોવાનું શરૂ કરી રહ્યા છે. આ કારણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રોફેશનલ ક્રિકેટ એકેડેમીઓ ઉભી થઈ છે, જ્યાં ટેકનિક, ફિટનેસ અને ગેમ સ્ટ્રેટેજીનું સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવે છે. (Image Credit Source: Social Media)

Cricket Academy of Gujarat- મકરબા (South-West Ahmedabad): આ એકેડેમી મકરબા વિસ્તારમાં સ્થિત છે, જે એસ.જી. હાઇવે અને પ્રહલાદનગર નજીક આવે છે. શહેરના પશ્ચિમ ભાગમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ એક સારો વિકલ્પ છે. અહીં પ્રોફેશનલ લેવલ કોચિંગ અને સ્ટેટ લેવલ તૈયારી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. વિસ્તાર સુવિધાસભર હોવાથી આવવા-જવા સરળ રહે છે. અહીં ફી અંદાજે ₹5,000 થી ₹25,000 સુધી હોય છે, જે કોર્સ અને લેવલ મુજબ બદલાય છે. સ્ટેટ લેવલની તૈયારી માટે આ એકેડેમી સારો વિકલ્પ માનવામાં આવે છે. (Image Credit Source: Social Media)

Universal Cricket Academy- ન્યૂ રાણીપ (North Ahmedabad): ન્યૂ રાણીપ વિસ્તાર ઉત્તર અમદાવાદમાં આવેલો છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ માટે આ એકેડેમી અનુકૂળ છે. આ એકેડેમી ગ્રુપ અને પર્સનલ કોચિંગ માટે જાણીતી છે અને શરૂઆતથી એડવાન્સ લેવલ સુધી ટ્રેનિંગ આપે છે. Universal Cricket Academy માં ફી સ્ટ્રક્ચર સ્પષ્ટ રીતે વહેંચાયેલું છે. અહીં 3 મહિના માટે લગભગ ₹10,000, 6 મહિના માટે ₹16,000 અને 1 વર્ષ માટે ₹30,000 સુધી ફી લેવામાં આવે છે. પર્સનલ કોચિંગ માટે માસિક ફી અંદાજે ₹10,000 છે. (Image Credit Source: Social Media)

Future Sports Academy- સાઉથ બોપલ (South-West Ahmedabad): સાઉથ બોપલ આજકાલ ઝડપથી વિકસતો વિસ્તાર છે. આ એકેડેમી ખાસ કરીને પશ્ચિમ અને સાઉથ-વેસ્ટ વિસ્તારમાં રહેતા યુવાનો માટે યોગ્ય છે. અહીં ફિટનેસ, ડાયેટ અને બેઝિક ક્રિકેટ સ્કિલ્સ પર ફોકસ કરવામાં આવે છે. સાઉથ-વેસ્ટ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી Future Sports Academy માં માસિક ફી અંદાજે ₹4,000 થી ₹5,000 વચ્ચે હોય છે. અહીં ખાસ કરીને બેઝિક સ્કિલ્સ, ફિટનેસ અને ડાયેટ પર ધ્યાન આપવામાં આવે છે. (Image Credit Source: Social Media)

Sunrising Cricket Academy -ઈસનપુર (South-East Ahmedabad): ઈસનપુર વિસ્તાર અમદાવાદના સાઉથ-ઈસ્ટ ભાગમાં આવેલો છે. આ એકેડેમી ખાસ કરીને મણિનગર, ઘોડાસર અને આસપાસના વિસ્તારો માટે અનુકૂળ છે. અહીં સસ્તી ફી સાથે બેઝિકથી એડવાન્સ ટ્રેનિંગ ઉપલબ્ધ છે. અહીં ફી અંદાજે ₹1,700 થી ₹15,000 સુધી હોય છે, જે કોર્સ અને સમયગાળા મુજબ બદલાય છે. (Image Credit Source: Social Media)

Royal Cricket Academy- પ્રહલાદનગર (West Ahmedabad): પ્રહલાદનગર પશ્ચિમ અમદાવાદનો પ્રીમિયમ વિસ્તાર છે. આ એકેડેમી શહેરના કેન્દ્ર અને પશ્ચિમ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે સરળ છે. અહીં બેઝિકથી એડવાન્સ લેવલ ટ્રેનિંગ અને ટર્ફ પ્રેક્ટિસ સુવિધા મળે છે. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી Royal Cricket Academy માં 3 મહિના માટે ₹2,800, 6 મહિના માટે ₹4,900 અને 1 વર્ષ માટે ₹7,700 જેટલી ફી લેવામાં આવે છે, જે તેને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ બનાવે છે. (Image Credit Source: Social Media)

આ તમામ એકેડેમીઓમાં બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, ફિટનેસ ટ્રેનિંગ, ડાયેટ ગાઇડન્સ અને મેચ પ્રેક્ટિસ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. ઘણા સ્થળોએ ટર્ફ પિચ અને બાઉલિંગ મશીન જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે ખેલાડીઓને રિયલ મેચ જેવી તૈયારીમાં મદદ કરે છે. (Image Credit Source: Social Media)

એકેડેમી પસંદ કરતી વખતે ફક્ત ફી પર ધ્યાન આપવું પૂરતું નથી. કોચનો અનુભવ, પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, સુવિધાઓ અને મેચ એક્સપોઝર પણ એટલાં જ મહત્વના છે. યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત દ્વારા યુવાનો પોતાનું ક્રિકેટ કરિયર મજબૂત બનાવી શકે છે. (Image Credit Source: Social Media)

આ રીતે, અમદાવાદની ક્રિકેટ એકેડેમીઓ યુવાનોને માત્ર રમત શીખવતી નથી, પરંતુ તેમને પ્રોફેશનલ લેવલ સુધી પહોંચાડવા માટે મજબૂત પ્લેટફોર્મ પણ પૂરો પાડે છે. (Image Credit Source: Social Media)
Published On - 8:11 am, Tue, 31 March 26