
જો તમે Paytm અથવા Mobikwik જેવી થર્ડ પાર્ટી વોલેટ્સમાં મહિને ₹10,000થી વધુ રકમ નાખો છો, તો પણ 1% ચાર્જ લાગશે. આ ચાર્જ કુલ વોલેટ-લોડિંગ રકમ પર લાગુ થશે અને તેની મહત્તમ મર્યાદા 4,999 રૂપિયા હશે.

કન્ઝયુમર કાર્ડથી મહિને ₹50,000 કે વધુ અને બિઝનેસ કાર્ડથી ₹75,000થી વધુના યૂટિલિટી પેમેન્ટ થાય તો એના પર પણ 1% ચાર્જ લાગશે. જો કે, ઈન્સ્યોરન્સ પેમેન્ટ્સને યુટિલિટી ટ્રાન્ઝેક્શન ગણવામાં નહીં આવે.

આ સિવાય ભાડામાં, ફ્યુઅલમાં અને એજ્યુકેશન પેમેન્ટ્સ પર લાગતાં ચાર્જમાં પણ બદલાવ જોવા મળશે. આમાં ચાર્જ 1% રહેશે પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જ ₹4,999 હશે.

ફ્યુઅલ ચાર્જ ત્યારે લાગશે જ્યારે ટ્રાન્ઝેક્શન ₹15,000 કે ₹30,000થી વધુ હશે. એજ્યુકેશન ચાર્જ માત્ર ત્યારે લાગશે જ્યારે પેમેન્ટ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવે. જો સ્કૂલ કે કોલેજને સીધું પેમેન્ટ થાય તો કોઈ ચાર્જ નહીં લાગે.

ઈન્સ્યોરન્સ પેમેન્ટ્સ પર મળતાં રિવોર્ડ પોઈન્ટ્સ માટે પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. Infinia અને Infinia Metal કાર્ડ પર મહિને 10,000 પોઈન્ટ્સ સુધી, Diners Black અને Biz Black Metal પર 5,000 પોઈન્ટ્સ અને અન્ય કાર્ડ પર 2,000 પોઈન્ટ્સ સુધીની લિમિટ રહેશે.

જણાવી દઈએ કે, મોટાભાગના અન્ય કાર્ડ્સમાં 2,000 પોઈન્ટની મર્યાદા હશે. મેરિયટ બોનવોય કાર્ડ પર ઈન્સ્યોરન્સ રિવોર્ડ પોઈન્ટની કોઈ મર્યાદા રહેશે નહીં. HDFC બેંકે કહ્યું છે કે, તમામ ચાર્જ પર GST લાગુ થશે.