
કિડની માટે કયું દૂધ યોગ્ય છે? - ડૉ. અનુજ મિત્તલ જણાવ્યું કે ભેંસના દૂધમાં વધુ પ્રોટીન હોય છે અને આ કિડની પર ભાર મૂકી શકે છે, ખાસ કરીને જેમની કિડની પહેલાથી જ નબળી છે. બીજી તરફ, ગાયનું દૂધ હળવું હોય છે અને તેમાં ઓછા પ્રોટીનને કારણે કિડની પર દબાણ આવતું નથી. આ જ કારણ છે કે ડોકટરો મોટાભાગે કિડનીના દર્દીઓને ગાયનું દૂધ પીવાની સલાહ આપે છે.

પાચનની દ્રષ્ટિએ ક્યું દુધ બેસ્ટ છે? - જો તમને લાગે કે દૂધ પીધા પછી ભારેપણું, ગેસ અથવા અપચો થાય છે, તો ગાયનું દૂધ તમારા માટે સારું છે. તે ઝડપથી પચી જાય છે અને પેટ પર ભાર મૂકતું નથી. બીજી બાજુ, જો તમે સ્વસ્થ છો અને તમારા પાચનમાં કોઈ સમસ્યા નથી, તો તમે ભેંસનું દૂધ પણ આરામથી પી શકો છો.

કયું દૂધ પીવું જોઈ, ગાયનું કે ભેંસનું ? - હવે પ્રશ્ન એ છે કે તમારે કોનું દૂધ પીવું જોઈએ. જવાબ ખૂબ જ સરળ છે, તે તમારી જરૂરિયાતો અને સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. જો તમને હલકું, સરળતાથી સુપાચ્ય દૂધ જોઈએ છે અથવા તમારી કિડની નબળી છે તો ગાયનું દૂધ વધુ સારું છે. પરંતુ જો તમને શક્તિ, ઉર્જાની જરૂર હોય અને બોડી બિલ્ડિંગ જેવી પ્રવૃત્તિઓ કરો તો ભેંસનું દૂધ તમારા માટે વધુ ફાયદાકારક છે. દૂધ પસંદ કરતી વખતે, ફક્ત સ્વાદ જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.
Published On - 6:12 pm, Fri, 22 August 25