
તમે સાંભળ્યું હશે કે, કરવા ચોથ જેવા ફેસ્ટિવલ સેલિબ્રેશન દરમિયાન સુનિતાની ઓરેન્જ પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ સુનિતા ન માત્ર આ પાર્ટીનો જીવ છે પરંતુ કપુર પરિવારની સ્ટ્રેંથ પણ કહેવામાં આવે છે.

સુનિતા કપુરનો પરિવાર જુઓ

સુનિતા કપુર લગ્ન પહેલા એક મોડલ હતી. અનિલ કપુર હંમેશા પોતાની જિંદગી અને સક્સેસને પત્નીને ક્રેડિટ આપે છે. બંનેના લગ્નને 47 વર્ષ થઈ ચૂક્યા છે. પરંતુ સંબંધો આજે પણ મજબુત અને ગાઢ છે.

તમને જણાવી દઈએ કે, સુનિતા કપુરે 1984માં અનિલ કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેની લવસ્ટોરી એક પ્રૈંક કોલ સાથે થઈ હતી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન અનિલ કપુરે કહ્યું કે, 1973માં જ્યારે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવવા માટે સંધર્ષ કરી રહ્યો હતો. ત્યારે તેના એક મિત્રએ સુનિતાને તેનો નંબર આપ્યો હતો.

સુનિતા તે સમયે એક હિટ મોડલ હતી. તેમને પ્રૈંક કોલ કરવાનું કહ્યું હતુ. સુનિતાનો અવાજ સાંભળતા જ અનિલ ને પસંદ આવ્યો હતો. ત્યારથી બંને સાથે છે. અનિલે એક પોસ્ટમાં કહ્યું કે, તેના લગ્ન ખુબ સિમ્પલ રીતે થયા હતા.

30 મિનિટમાં તેના લગ્ન પુરા થયા હતા. મંડપમાં માતા-પિતા અને થોડા નજીકના લોકો હાજર હતા. અનિલ કપુર અને સુનિતાના લગ્નને 42 વર્ષ થયા છે. આજે 3 બાળકોના માતા-પિતા અને નાના-નાની પણ છે.

સુનિતા કપૂરે 1984માં અનિલ સાથે લગ્ન કર્યા. તેમને ત્રણ બાળકો છે.બે પુત્રીઓ, સોનમ અને રિયા, અને એક પુત્ર, હર્ષવર્ધન. સોનમ એક સફળ બોલીવુડ અભિનેત્રી છે, અને રિયા એક નિર્માતા છે.

આ દરમિયાન, પુત્ર હર્ષવર્ધન કપૂર તેના ફિલ્મી પદાર્પણની તૈયારી કરી રહ્યો છે.

સોનમ કપૂર 2 દિકરાની માતા છે. એટલે અનિલ કપુર અને સુનિતા કપુર નાના-નાની છે.
Published On - 7:06 am, Wed, 18 November 26