7 વર્ષની ઉંમરે માતા અને બહેનને ગુમાવી, આજે દિકરો, જમાઈ પણ છે રાજકારણમાં, આવો છે ખડગેનો પરિવાર
મલ્લિકાર્જુન ખડગેનો જન્મ કર્ણાટકમાં થયો હતો. બાળપણથી જ ખડગે અભ્યાસમાં હોશિયાર હતા અને કબડ્ડીની રમતમાં ખુબ રસ હતો. મલ્લિકાર્જુનની રાજકીય સફર કર્મચારી સંઘના નેતા તરીકે શરૂ થઈ હતી. તો આજે આપણે મલ્લિકાર્જુન ખડગે પરિવાર વિશે જાણીએ.
1 / 11
મલ્લિકાર્જુન ખડગેનો જન્મ કર્ણાટકમાં એક દલિત પરિવારમાં સાંઈબાવવા અને મપન્ના ખડગેને ત્યાં થયો હતો.1948માં હૈદરાબાદના નિઝામ દ્વારા લાગેલી આગમાં ખડગેએ તેમની માતા અને બહેનને ગુમાવ્યા હતા,
2 / 11
પક્ષમાં જૂથવાદને ખતમ કરવાનો મામલો હોય, કે પછી નેતાના સમાધાન કરાવવાનો હોય ખડગેએ દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી છે.
3 / 11
ખડગેના જીવનમાં જ્યારે તેઓ માત્ર સાત વર્ષના હતા ત્યારે તેમનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો.ખડગે પહેલીવાર 1972માં કર્ણાટકની ગુરમિતકલ સીટ પરથી જીત્યા હતા.તો આજે આપણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવાર તેમજ તેના સંધર્ષ વિશે વાત કરીએ,
4 / 11
મલ્લિકાર્જુન ખડગે ગુલબર્ગાની નૂતન વિદ્યાલયમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને ગવર્નમેન્ટ કોલેજ, ગુલબર્ગામાંથી સ્નાતકની ડિગ્રી અને ગુલબર્ગાની શેઠ શંકરલાલ લાહોટી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
5 / 11
તેમણે ન્યાયમૂર્તિ શિવરાજ પાટીલની ઓફિસમાં જુનિયર તરીકે તેમની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને તેમની કારકિર્દીની શરૂઆતમાં મજૂર સંગઠનો માટે કેસ લડ્યા હતા.
6 / 11
ખડગે પ્રથમ વખત 2009માં ગુલબર્ગાથી લોકસભામાં ચૂંટાયા હતા. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં ખડગે ગુલબર્ગામાંથી ચૂંટાયા હતા, તેમણે ભાજપના રેવુનાઇક બેલામગીહને 13,404 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જૂન મહિનામાં તેમને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
7 / 11
મલ્લિકાર્જુન ખડગેએ 13 મે 1968ના રોજ રાધાબાઈ સાથે લગ્ન કર્યા હતા તેમને 2 પુત્રીઓ અને 3 પુત્રો છે. મલ્લિકાર્જુન ખડગે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, કન્નડ, તેલુગુ અને મરાઠી બોલી શકે છે.
8 / 11
તેમનો દિકરો પ્રિયંક ખડગે ચિત્તાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે,અને તેમના જમાઈ રાધાકૃષ્ણ ગુલબર્ગા લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ છે, જે ખડગેની લોકસભાની ભૂતપૂર્વ બેઠક છે.
9 / 11
ખડગે ગાંધી પરિવારના નજીકના માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ઓળખ આના કરતા ઘણી વધારે બની ગઈ છે. ખડગેની આજે પોતાની આગવી ઓળખ છે.
10 / 11
ખડગે તેમની સમગ્ર રાજકીય કારકિર્દીમાં અનેક વખત સીએમ બનવાની રેસમાં હતા પરંતુ તેઓ એક પણ વખત બોલ્યા નથી અને ન તો હાઈકમાન્ડની વિરુદ્ધ ગયા છે તેનું સૌથી મોટું કારણ કદાચ આ જ છે કે તેઓ ગાંધી પરિવાર માટે ખાસ બન્યા છે.
11 / 11
બહુ ઓછા લોકો જાણે છે કે ખડગેને બે પુત્રી અને ત્રણ પુત્ર છે. એક પુત્રીનું નામ પ્રિયદર્શિની છે, જે ઈન્દિરા ગાંધીનું બાળપણનું નામ હતું અને બે પુત્રોના નામ છે, એકનું નામ પ્રિયંક અને બીજાનું રાહુલ છે.
Published On - 7:04 am, Tue, 29 October 24