
મને ડાયરેક્ટરે કહ્યું આ ફિલ્મમાં મારે સિંહ જેવું દેખાવવાનું છે. ત્યારે હું ડરી ગયો હતો. આ કેવી રીતે થઈ શકશે. મે સંભાજી મહારાજનો ફોટો જોયો તો તે બિલકુલ સિંહ જેવા દેખાતા હતા. ફોટો જોઈ મે કહ્યું આ નહિ થઈ શકે,

વિકી આગળ કહે છે- 'પછી મેં તેને પડકાર તરીકે લીધું. મારા શરીર પર 7 મહિના સુધી સતત કામ કર્યું અને અંતે 25 કિલો વજન વધાર્યું. આ ફિલ્મની તૈયારી 4 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. ટીમ સ્ક્રિપ્ટ પર રિસર્ચ કરી રહી હતી. સ્ક્રિપ્ટમાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. મને મારું શરીર બનાવવામાં, વજન વધારવામાં અને પછી ઘોડેસવારી કરવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. 7 મહિના સુધી શૂટિંગ ચાલ્યું, પછી જ ફિલ્મ તૈયાર થઈ.

તમને જણાવી દઈએ કે, વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના અભિનીત 'છાવા' 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર છે