રવિનાની પુત્રીથી લઈને સૈફ અલી ખાનના પુત્ર સુધી, આ 5 સ્ટાર કિડ્સ આ વર્ષે ડેબ્યૂ કરશે, જુઓ ફોટો
વર્ષ 2025માં એક બાજુ સલમાન ખાનથી લઈ સની દેઓલની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તો બીજી બાજુ રાશા થડાની અને ઈબ્રાહિમ અલી ખાન જેવા સુપર સ્ટાર કિડ્સ પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કયાં ક્યાં સ્ટાર કિડ્સ આ વર્ષ 2025માં ડેબ્યુ કરશે.
1 / 7
સુહાના ખાન, ખુશી કપુર, અગસ્તય નંદા,અલીજેહ અગ્નિહોત્રી બાદ 5 સ્ટાર કિડ્સ આ વર્ષ 2025માં પોતાનું ડેબ્યુ કરવા માટે તૈયાર છે. જ્યારે કોઈ પણ સ્ટાર કિડ્સ પોતાનું બોલિવુડ ડેબ્યુ કરે છે. તો તે લાઈમલાઈટમાં રહે છે.
2 / 7
તેમજ તેમને લાઈમલાઈટમાં લાવવા માટે 2 વર્ષ પહેલા તેનું પ્રમોશન શરુ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે, આ સ્ટાર કિડ્સ કોણ છે. જે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
3 / 7
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન કરણ જોહરની ફિલ્મ સરજમીથી બોલિવુડમાં પોતાનું ડેબ્યુ કરશે. તેની ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે. પહેલા પોતાની બહેન સારા અલી ખાને સોશિયલ મીડિયા પર જોવા મળતો ઈબ્રાહિમ હવે કેમેરામાં પણ કેદ થઈ રહ્યા છે. એટલે કે, તેને લોન્ચ કરવાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.
4 / 7
બોલિવુડની ફેમસ અભિનેત્રી રવીના ટંડન અને મશહુર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાનીની દીકરી રાશા થડાની ફિલ્મ આઝાદથી પોતાનું બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ એક ઘોડાની સ્ટોરી પર છે. આ ફિલ્મમાં રાશા ટ્રેડિશનલ લુકમાં જોવા મળશે.
5 / 7
રાશાની સાથે ફિલ્મ આઝાદથી અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. અમન અજયની બહેનનો દીકરો છે.અજય દેવગન પણ આ ફિલ્મમાં જોવા મળશે. હવે અજય દેવગનની મદદથી શું રાશા અને અમનની ડેબ્યુ ફિલ્મ હિટ થશે. કે નહિ એ જોવાનું રહેશે.
6 / 7
શનાયા કપૂર સંજય કપૂરની મોટી દીકરી છે. અભિનેતા બન્યા પહેલા જ સોશિયલ મીડિયા પર શનાયાના લાખો ફોલોઅર્સ છે. શનાયા વિક્રાંત મેસીની સાથે આંખો કી ગુસ્તાખિયાથી બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. શનાયાની આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.
7 / 7
અનન્યા પાંડેનો કઝીન અહાન પાંડે પણ તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. મોહિત સૂરી સાથેની તેની ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે. અહાન અનન્યા પાંડેના કાકા ચિક્કી પાંડેનો પુત્ર છે. અહાનની બહેન અલાના પાંડે છે.
Published On - 2:37 pm, Wed, 1 January 25