
સોનમ કપુર સ્ટાર ફિલ્મ નીરજા 23 વર્ષની નીરજા ભનોટના જીવન પર આધારિત છે. તેમણે વર્ષ 1986માં કરાંચી પેન એમ ફ્લાઈટ 73 પર સવાર 359 યાત્રિકોના જીવ બચાવવા પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ ફિલ્મમાં સોનમ કપુર, શબાના આઝમી, યોગેન્દ્ર ટીકે, શેખર રવિજાની જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.

વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ હાઈજેકમાં શાઈની આહુજા, ઈશા દેઓલ મુખ્ય રોલમાં જોવા મળ્યા છે. ક્રુણાલ શિવદાસાનીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ 814ના હાઈજેક પર બનાવવામાં આવેલી છે. આ ફ્લાઈટને દુબઈમાં કેટલાક આતંકવાદીઓ હાઈજેક કરી લીધી હતી. આ ફિલ્મ ઓટીટી નેટફ્લિક્સ પર જોઈ શકો છો.