
સાઉથ સિનેમામાં મોટું નામ રહેલી અભિનેત્રી સાંઈ પલ્લવી વર્ષ 2026માં બોલિવુડમાં ડેબ્યુ કરશે. તેનું બોલિવુડ ડેબ્યુ ફિલ્મ રામાયણથી થશે. જેમાં તે માતા સીતાના પાત્રમાં જોવા મળશે. રામાયણ 2026ના દિવાળીમાં રિલીઝ થશે.

શાહરુખ ખાનની દીકરી સુહાના 2023માં ફિલ્મ આર્ચીઝથી ઓટીટી ડેબ્યુ કર્યું હતુ પરંતુ 2026માં તે પિતાની ફિલ્મ કિંગ દ્વારા ડેબ્યુ કરશે. તમને જણાવી દઈએ કે, અભિનેતા શાહરુખ ખાનની ટોટલ સંપત્તિ 12 હજાર 490 કરોડ રુપિયા છે.

સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 સિનેમાઘરોમાં 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. જ્યારે બોર્ડર 2નો ભાગ મેઘા રાણા પણ છે. મેઘા મોડલ તરીકે નામ કમાય ચુકી છે.

સાઉથ અભિનેત્રી શ્રીલીલા પણ વર્ષ 2026માં બોલિવુડમાં ડેબ્યુ કરશે. તેનું ડેબ્યુ કાર્તિક આર્યનની વિરુદ્ધમાં થશે. શ્રીલીલા અને કાર્તિકની ફિલ્મ આશિકી 3 મે 2026ના રોજ રિલીઝ થશે.