
જૂનિયર એનટી રાવે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની આરઆરઆર સુપરહિટ ફિલ્મ રહી હતી. અભિનેતા ફિલ્મોની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તેના લગ્ન પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા. 2011માં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. પરંતુ એક કારણથી ધમાલ મચી હતી.

વર્ષ 2011માં બિઝનેસમેન નાર્નો શ્રીનિવાસ રાવની દીકરી લક્ષ્મી પ્રણતી સાથે લગ્ન કર્યા હતા. કપલના લગ્નને 14 વર્ષ થઈ ચૂક્યા છે. 2 બાળકોના માતા-પિતા પણ છે. તેમના લગ્નમાં 100 કરોડનો ખર્ચ થયો હતો. તેમજ માત્ર મંડપ સજાવવા માટે 18 લાખનો ખર્ચો થયો હતો.

દુલ્હને જે સાડી પહેરી હતી તેની કિંમત 1 કરોડ રુપિયા હતા. આ વેડિંગ ફંક્શનમાં 3 હજાર હાઈ પ્રોફાઈલ ગેસ્ટ સહિત 12 હજાર ચાહકો પણ સામેલ થયા હતા. અભિનેતાએ જ્યારે સગાઈ કરી ત્યારે લક્ષ્મીની ઉંમર 17 વર્ષની હતી. લગ્નના સમાચાર આવ્યા બાદ વિજયવાડાના એક વકીલે અભિનેતા વિરુદ્ધ ચાઈલ્ડ મેરિડ એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આ વિવાદ એટલો વધી ગયો કે, જેને જોઈ અભિનેતાએ લક્ષ્મીના 18 વર્ષ પૂર્ણ થયાબાદ 6 મે 2011ના રોજ લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ જૂનિયર એનટીઆરના નાના છે.