
રેણુકા સાહાણે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી કેટલીક પોસ્ટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. આશુતોષ સાથેની તેની કેમેસ્ટ્રી ઘણી પસંદ કરવામાં આવી છે. બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. અભિનેતાએ તેને ફોન પર કવિતા દ્વારા પ્રપોઝ કર્યું હતું.

આશુતોષ રાણા સાથે રેણુકાના આ બીજા લગ્ન છે. તેના પ્રથમ લગ્ન મરાઠી થિયેટર દિગ્દર્શક વિજય કેંકરે સાથે થયા હતા. પરંતુ બધું બાજુ પર રાખીને આશુતોષ અને રેણુકાએ વર્ષ 2001માં લગ્ન કરી લીધા. બંને બે પુત્રો શૌર્યમાન અને સત્યેન્દ્રના માતા-પિતા છે.

બોલિવૂડ સિવાય આશુતોષ રાણાએ સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય સાબિત કરી છે. તેણે 'વેંકી', 'બંગારામ' જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તેની પત્ની રેણુકા પણ મરાઠી ફિલ્મોનો ભાગ રહી ચુકી છે.
Published On - 8:52 am, Sat, 11 November 23