
સાઈ પલ્લવીનું પૂરું નામ સાઈ પલ્લવી સેંથામરાઈ છે. એક્ટર હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે. તેલુગુ ફિલ્મોમાં, તમિલ ફિલ્મોમાં અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હવે સાઈ પલ્લવી બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

સાઉથની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ'માં માતા સીતાના રોલમાં જોવા મળશે. તો આજે આપણે સાઈ પલ્લવીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીશુ.

સાઈ પલ્લવીના પિતાનું નામ સેંથામરાય કાનન અને માતાનું નામ રાધા કાનન છે. સેંથામરાય સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસર હતા. સાઈ પલ્લવીને એક નાની બહેન પણ છે, જેનું નામ પૂજા કાનન છે. પૂજા પણ અભિનેત્રી છે.

અભિનેત્રીની બહેન પૂજા કાનને પહેલા વિનીત શિવકુમાર સાથે લગ્ન કર્યા છે. સાઈ પલ્લવીએ પણ તેની બહેનના લગ્નમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. તે ડાન્સ કરતી પણ જોવા મળી હતી.

અભિનેત્રી સાઈ પલ્લવીનું વતન કોઈમ્બતુર હતું, તેથી જ તેણે તેનું સ્કૂલિંગ પણ આ જ શહેરમાં કર્યું હતું. સાઈએ તેનું સ્કૂલિંગ અવિલા કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યું છે, જે કોઈમ્બતુર શહેરમાં છે.

સાઈ પલ્લવી MBBS ડોક્ટર છે. એમબીબીએસનો અભ્યાસ કર્યો. પરંતુ તેણે મેડિકલ પ્રેક્ટિશનર તરીકે નોંધણી કરાવી નથી.2005માં 'કસ્તુરી માન' અને 2008માં 'ધમ ધૂમ'માં જુનિયર આર્ટિસ્ટની ભૂમિકા ભજવ્યા બાદ, તેણે 2015માં 'પ્રેમ'થી ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ ફિલ્મ પછી તે સુપરસ્ટાર બની હતી.

2015માં ફિલ્મ 'પ્રેમમ'થી અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રીએ આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ જીત્યા છે. 'પ્રેમ' તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ હતી.

આ પછી સાઈ પલ્લવી 'ફિદા', 'મિડલ ક્લાસ અભય', 'અથિરન', 'લવ સ્ટોરી', 'શ્યામ સિંહા રોય' અને 'ગાર્ગી' જેવી હિટ ફિલ્મો આપીને સાઉથની સ્ટાર બની ગઈ. સાઈ પલ્લવીને અભ્યાસ દરમિયાન એક ફિલ્મની ઓફર થઈ અને તેમણે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

સાઈ પલ્લવીએ એક ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવા માટે 2 કરોડ રુપિયાની ઓફર આપવામાં આવી હતી. જેને અભિનેત્રીએ ઠુકરાવી દીધી હતી. તેમણે કહ્યું હતુ કે, આવી જાહેરાતથી મળતા પૈસાનું હું શું કરીશ.