બોલિવુડ સ્ટાર કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યો છે. કરીના અને સૈફના બંન્ને દીકરા તૈમુર અને જેહ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે. કરીના હાલમાં સિંધમ અગેનમાં જોવા મળી હતી.
ત્યારબાદ તે પોતાની પર્સનલ લાઈફ પર ફોક્સ કરી રહી છે. કરીનાએ પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. જેમાં તેનો દીકરો તૈમુર માતાના સેન્ડલ હાથમાં લઈ જતો જોવા મળી રહ્યો છે.
બોલિવુડ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું કે, માતાની સેવા આ વર્ષે અને હંમેશા માટે હેપ્પી ન્યુયર દોસ્તો, ફોટોમાં તૈમુર બ્લેક શુટમાં જોવા મળી રહ્યો છે. તૈમુર અને જેહ બંન્ને દીકરા સાથે કરીના કપૂરના સંબંધો ખુબ ખાસ છે.
હવે જ્યારે પ્રોફેશનલ લાઈફની વાત આવે તો તે ફ્રી થતાં જ બાળકોની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમજ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.
પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે હાર્ટ ઇમોજી સાથે ટિપ્પણી કરી છે જ્યારે એકે લખ્યું - તૈમૂર એક જેન્ટલમેન છે, એક કોમેન્ટમાં લખ્યું હતું - કેટલું સુંદર નાનું બાળક છે, જ્યારે બીજીએ કહ્યું નાના નવાબ. હર્ષદીપ કૌરે લખ્યું- ઓહ ખૂબ જ સુંદર ફોટો. જ્યારે બેબોની ભાભી અનીસા મલ્હોત્રા જૈને રેડ હાર્ટ ઈમોજી સાથે લખ્યું- બેસ્ટ બોયઝ.
કરીના કપૂર ખાન તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં તેના પરિવાર સાથે રજાઓ ગાળીને પરત આવી હતી. સ્વિટ્ઝર્લેન્ડને અલવિદા કહેતાં તેણે બરફથી ઢંકાયેલા પહાડોનો ફોટો શેર કર્યો હતો
Published On - 11:10 am, Mon, 6 January 25