
તાપસી પન્નુની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તેમણે હાલમાં જ લગ્ન કર્યા છે. તેમણે 7 વર્ષ મોટા મૈથિયાસ બોઈ સાથે લગ્ન કર્યા છે. તે બોલિવુડ સ્ટાર નથી પરંતુ બેડમિન્ટન ખેલાડી છે. ડેનમાર્કનો રહેવાસી મૈથિયાસ પોતાના દેશ માટે રમી વર્ષ 2015માં યૂરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2012માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2020માં સંન્યાસ લઈ લીધો હતો.

ત્યારબાદ તેને ભારતીય ડબલ્સ ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. તાપસી અને મૈથિયાસની મુલાકાત પણ બેડમિન્ટન મેચ દરમિયાન થઈ હતી. ત્યારથી બંન્ને નજીક આવ્યા અને થોડા મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયા છે.
Published On - 11:39 am, Thu, 1 August 24