હાલમાં કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. કાર્તિક આર્યનની સાથે જે અભિનેત્રી જોવા મળશે. તેનું નામ શ્રીલીલા છે.
સાઉથ ઈન્ડ્સ્ટ્રીમાં કામ કર્યા બાદ અભિનેત્રી શ્રીલીલા બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તે કાર્તિક આર્યનની સાથે એક રોમાન્ટિક ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનું નામ શું હશે. તેને લઈ હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શ્રીલીલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2019માં કરી હતી. તેની પહેલી ફિલ્મ કિસ હતી. 2019થી લઈ 2023 સુધી તેમણે લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે રવિ તેજા, મહેશ બાબુ સાથે પણ કામ કર્યું છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2થી ફેમસ થયેલી શ્રીલીલા હવે બોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. શ્રીલીલાનો જન્મ અમેરિકાના એક તેલુગુ પરિવારમાં થયો છે. તે ડોક્ટર પણછે. શ્રીલીલાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2019માં કરી હતી.
'પુષ્પા 2' ના 'કિસિક' ગીતથી રાતોરાત લોકપ્રિયતા મેળવનાર સાઉથની અભિનેત્રી શ્રીલીલા વિશે ઘણા અહેવાલો છે કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે અને તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
હવે તેમના નવા બોલિવૂડ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત, તેના ચાહકો પણ આનાથી ખૂબ ખુશ છે. કાર્તિર અને શ્રીલીલાને મોટા પડદે સાથે જોવા ચાહકો આતુર છે.