શ્રદ્ધા કપૂરે આ મામલે PM નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યા, જુઓ ફોટો
બોલિવુડ ફિલ્મ સ્ત્રી 2 હિટ ગયા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયાની ક્વિન બની ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ઈન્ડિયન સ્ટાર બની છે.
1 / 5
શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની ફિલ્મ સ્ત્રી 2ને લઈ ચર્ચામાં છે, કારણ કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ ગઈ છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મે થોડા જ દિવસોમાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રુપિયા હતુ.
2 / 5
ફિલ્મ હિટ જતાં શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયાની સ્ટાર બની ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે. તો ચાલો જાણીએ અભિનેત્રી સ્ત્રી 2 હિટ બાદ સોશિયલ મીડિયા ક્વિન કેવી રીતે બની છે.
3 / 5
શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે વીડિયો અને ફોટો પણ શેર કરતી રહે છે. જેથી તે ખુબ પોપ્યુલર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર 91.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે શ્રદ્ધા કપૂરના 91.5 મિલિયન ફોલોઅર્સ છે.
4 / 5
હવે આપણે વાત કરીએ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ક્યા સેલિબ્રિટીના છે, તો તેમાં કોઈ સાઉથ અને બોલિવુડ સ્ટાર નથી પરંતુ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે.
5 / 5
વિરાટ કોહલી નંબર વન પર છે. તેના 270 મિલિયન ફોલોઅર્સ છે.બીજા નંબર પર પ્રિયંકા ચોપરા છે. જેના 91.8 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારબાદ પીએમ મોદી હતા પરંતુ શ્રદ્ધા કપૂરની ફિલ્મ હિટ જતાં અભિનેત્રી ત્રીજા સ્થાને છે.