
આજે શહેનાઝ ગિલે જે મર્સિડિસ જીએલએસ કાર ખરીદી છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે. શહેનાઝે સુંદર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું સપનાથી લઈ ડ્રાઈવવે સુધી, મારી મહેનતના હવે આ 4 પૈંડા છે.આજે ખુબ ખુશ છું. વાહેગુરુ તેરા શુક્ર

શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે.અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પણ શહેનાઝને શુભકામના પાઠવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં મર્સિડિસ-બેન્ઝ GLS ની એક્સ-શોરૂમ કિંમત સામાન્ય રીતે આ મુજબ હોય છે. બેઝ મોડેલની કિંમત રૂ. 1.34 કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડેલની કિંમત રૂ. 1.39 કરોડ સુધી જાય છે. GLS પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે.