શ્રદ્ધા ફિલ્મો પહેલા રેસ્ટોરન્ટમાં કામ કરતી આજે પોતાની ફેશન બ્રાન્ડ છે, 4 કરોડની ગાડી લઈ ફરે છે
શ્રદ્ધા કપૂર ઇન્ડસ્ટ્રીની શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર સૌથી પહેલા એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. આજે પોતાનું એક ફેશન બ્રાન્ડ પણ છે. તો આજે આપણે આશિકીની હિરોઈન શ્રદ્ધા કપૂરના પરિવાર વિશે જાણીશું.
1 / 13
જામનગરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં શ્રદ્ધા કપુર અને રાહુલ બંન્ને એક સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંન્ને વચ્ચે રિલેશનશિપને લઈ ચર્ચાઓ ચાલી રહી છે.
2 / 13
કપૂરનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. તેના પિતા પંજાબી અને તેની માતાની મરાઠી અને કોંકણી છે. કપૂરના પરિવારના સભ્યોમાં તેના પિતા શક્તિ કપૂર અને માતા શિવાંગી કપૂર, તેના મોટા ભાઈ સિદ્ધાંત કપૂર, તેની બે કાકી પદ્મિની કોલ્હાપુરે અને તેજસ્વિની કોલ્હાપુરેનો સમાવેશ થાય છે,
3 / 13
અભિનેત્રીનું શાળાકીય શિક્ષણ જમનાબાઈ નરસી સ્કૂલમાં કર્યું હતું અને 15 વર્ષની ઉંમરે તે જે સ્કૂલમાં શિફ્ટ થઈ હતી જ્યાં તે ટાઈગર શ્રોફ અને આથિયા શેટ્ટી એક જ શાળામાં ભણતા હતા. અભિનેત્રીના મમ્મી અને પપ્પા બંન્ને બોલિવુડમાં કામ કરી ચૂક્યા છે.
4 / 13
અભિનેત્રી માતા-પિતાના કપડા પહેરીને તે ફિલ્મના ડાયલોગ્સનું રિહર્સલ કરતી અને અરીસા સામે બોલીવુડના ગીતો પર ડાન્સ કરતી. તેણી બાળપણમાં તેના પિતા સાથે વિવિધ શૂટિંગ સ્થળોએ પણ જતી હતી. ડેવિડ ધવનના એક શૂટ દરમિયાન અભિનેત્રીએ અભિનેતા વરુણ ધવન સાથે મિત્રતા કરી હતી,
5 / 13
શ્રદ્ધા કપૂર બોલિવુડની શાનદાર અભિનેત્રી છે. તેમણે બોલિવુડમાં ટુંકા સમયમાં જ મોટું નામ કમાય લીધું છે. શ્રદ્ધા અભિનેત્રી હોવાની સાથે સાથે એક સિંગર પણ છે. શ્રદ્ધા કપૂર બોલિવુડ વિલન શક્તિ કપૂરની દિકરી છે. તો આજે આપણે અભિનેત્રીના પરિવાર વિશે જાણીશું
6 / 13
શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987ના રોજ થયો છે. અભિનેત્રી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ આશિકી 2 બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેમણે ગીતો પણ ગાયા છે. અભિનેત્રીની માતા પણ બોલિવુડ અભિનેત્રી હતી.
7 / 13
અભિનેત્રી લતાના સંબંધી છે. શ્રદ્ધા ઘણીવાર લતાને આજી કહીને બોલાવતી હતી. શ્રદ્ધા કપૂરના નાના પંડિત પંઢરીનાથ કોલ્હાપુરે લતાના પિતરાઈ ભાઈ હતા. આ સંબંધથી શ્રદ્ધાની માતા શિવાંગી કપૂર લતાની ભત્રીજી હતી. લતા અને શ્રદ્ધા વચ્ચે નાની-પૌત્રીનો સંબંધ હતો. શ્રદ્ધાને લતા ખૂબ જ પસંદ હતી. તેણીના બાળપણમાં તેણી ઘણી વાર તેના ઘરે તેની મુલાકાત લેતી હતી.
8 / 13
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર ફિલ્મોમાં એન્ટ્રી કરતા પહેલા કરિયર સેટ કરવા માટે એક કોફી શૉપમાં કામ કરતી હતી. 16 વર્ષની ઉંમરે સલમાન ખાન સાથે એક ફિલ્મ કરવાની ઓફર મળી હતી પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.
9 / 13
જો આપણે શ્રદ્ધા કપૂરની નેટવર્થની વાત કરીએ તો ચાહકો પણ આ જાણીને ચોંકી જશે. શ્રદ્ધા કપૂરની નેટવર્થ 57 કરોડ રુપિયાથી વધુ છે. તે એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. વર્ષ 2014માં ઈન્ટરનેટ પર શ્રદ્ધા કપૂર સૌથી સર્ચ થનારી સેલિબ્રિટીમાં છઠ્ઠા સ્થાને હતી.
10 / 13
શ્રદ્ધા કપૂરની પર્સનલ લાઈફની વાત કરીએ તો અભિનેત્રી રાહુલ મોદીને ડેટ કરી રહી છે. બંન્ને પોતાના સંબંધોને ક્યારે પણ જાહેર કર્યા નથી.'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી' અને 'તુ જુઠ્ઠી મેં મક્કર'ના લેખક તરીકે જાણીતા છે. બંનેની પહેલી મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી અને કહેવાય છે કે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
11 / 13
શ્રદ્ધા કપૂરના ચાહકો મોટી સંખ્યામાં છે. સૌને અભિનેત્રીની ક્યુટ સ્માઈલ અને સ્વાભાવ બંન્ને પસંદ આવે છે. મોટાભાગે તેમણે બોલિવુડમાં હિટ ફિલ્મો આપી છે.
12 / 13
સિદ્ધાંત કપૂર, તેના પિતા શક્તિ કપૂર અને બહેન શ્રદ્ધા કપૂરની જેમ એક અભિનેતા છે. આ સિવાય સિદ્ધાંત કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.સિદ્ધાંત અને શ્રદ્ધા બંનેએ હસીના પારકર ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે.
13 / 13
શ્રદ્ધા કપૂરની ભાભીનું નામ અંતરા રાજકુમારી છે. અંતરા રાજકુમારીની વાત કરીએ તો તે ડી.જે. છે સિદ્ધાર્થે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
Published On - 5:12 pm, Tue, 26 March 24