
અભિનેત્રીએ તેના લગ્નના ઘણા ફોટા શેર કર્યા છે. એક ફોટામાં કપલ વીંટીઓ પહેરાવતા જોવા મળે છે. બીજા ફોટામાં કપલ આશીર્વાદ લેતા જોવા મળે છે, અને ત્રીજા ફોટામાં, તેઓ તેમના લગ્નની વિધિઓ કરતા જોવા મળે છે.

સામંથાએ ફોટો શેર કરી પોસ્ટમાં આજની તારીખ એટલે કે, 1 ડિસેમ્બર 2025 લખીછે. તેના ચાહકો તેમજ ઈન્ડસ્ટ્રીમાંથી લોકો બંન્નેને લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. બંન્ને વચ્ચે છેલ્લા થોડા સમયથી રિલેશનની ચર્ચાઓ ચાલી રહી હતી.

તમને જણાવી દઈએ કે, બંન્નેની પહેલી મુલાકાત ફેમિલી મેનના સેટ પર થઈ હતી. બંન્ને સાથે કામ કરી ચૂક્યા છે. અહીથી બંન્નેની મિત્રતા શરુ થઈ હતી. જે આજે લગ્ન સુધી પહોંચી હતી.

અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધાના ચાર વર્ષ પછી દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે.રાજ નિદિમોરુનો જન્મ 4 ઓગસ્ટ, 1979ના રોજ થયો હતો, જ્યારે સામંથા રૂથ પ્રભુનો જન્મ 28 એપ્રિલ, 1987ના રોજ થયો હતો. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આશરે 7 થી 8 વર્ષનો ઉંમરનો તફાવત છે.
Published On - 2:28 pm, Mon, 1 December 25