
તમને જણાવી દઈએ કે, સિંગર વિશાલ મિશ્રાએ પણ જાહેરાત કરી હતી કે, તે હવે તુર્કી અને અઝરબૈજાનમાં સંગીત કાર્યક્રમ કરશે નહી. હું ક્યારે પણ તુર્કી અને અઝરબૈજાન જઈશ નહી.

તુર્કી અને અઝરબૈજાને 8 મેના રોજ પાકિસ્તાનને સમર્થન આપતા અને આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હવાઈ હુમલાની ટીકા કરતા નિવેદનો બહાર પાડ્યા. ત્યારથી ભારતના લોકો તુર્કીનો બહિષ્કાર કરી રહ્યા છે. આ નિવેદનોની ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તીવ્ર ટીકા થઈ હતી, જેના કારણે લોકોમાં ગુસ્સો ફેલાયો હતો અને તુર્કીનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી હતી.

તુર્કી લાંબા સમયથી પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે. તે પાકિસ્તાનને હથિયારો પૂરા પાડે છે, તેથી અભિનેત્રી ઇચ્છે છે કે ભારતીય લોકો તુર્કીની મુસાફરી ન કરે જે પાકિસ્તાનને સમર્થન આપે છે.