
2013માં નચ બલિયે 6માં રિદ્ધિ ડોગરાએ એક સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ 2 ટીવી સિરિયલ દિયા ઔર બાતી હમ અને વો અપના સા જેવી સિરિયલમાં કામ કર્યું હતુ. તે સમયે આ બંન્ને સિરિયલ હિટ રહી હતી.

"જવાન" ઉપરાંત, રિદ્ધિ ડોગરા "ટાઈગર 3," "ધ સાબરમતી રિપોર્ટ," "અબીર ગુલાલ," અને "લકડબગ્ધા" જેવી ફિલ્મોમાં જોવા મળી છે. રિદ્ધિ "અસુર," "ટીવીએફ પિક્ચર્સ 2," "ધ મેરિડ વુમન," અને "મુંબઈ ડાયરીઝ 2" જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે.રિદ્ધિએ 2011માં અભિનેતા રાકેશ બાપત સાથે લગ્ન કર્યા હતા.

તેઓ એક સમયે એક ફેમસ ટીવી કપલ હતા, પરંતુ તેમના લગ્ન વધુ ટક્યા નહીં. રિદ્ધિ ડોગરા અને રાકેશ બાપટના 8 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હતો.