
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. હવે આ વાતની પુષ્ટિ ખુદ અભિનેત્રીએ કરી છે.દેવરકોંડા સાથે લગ્નને (VIROSH) નામ આપવામાં આવ્યું છે.રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતુ કે, મારા પ્રિયતમ કોઈ પણ યોજના બનાવતા પહેલા, કોઈ પણ વસ્તુ પસંદ કરતા પહેલા, તમે પહેલાથી જ અમારી સાથે હતા. આટલા પ્રેમથી તમે અમને એક નામ આપ્યું. તમે અમને વિરોષ કહીને બોલાવતા હતા. તો આજે દિલથી અમે તમારા સન્માનમાં આ નામ આપ્યું છે. અમે આને વિરોષના લગ્ન એવું નામ આપવા માંગીએ છીએ. આટલો પ્રેમ આપવા બદલ ઘન્યવાદ. તમે હંમેશા અમારી સાથે રહેશો. ખુબ જ પ્રેમ

રશ્મિકા અને વિજય દોવરકોંડાની મુલાકાત રશ્મિકાનું રક્ષિત શેટ્ટી સાથે બ્રેકઅપ થયું ત્યારે થઈ હતી. રશ્મિકા અને રક્ષિતની સગાઈ 3 જુલાઈ 2017માં થઈ હતી. બંન્નેની સગાઈ 2018માં તુટી હતી. ત્યારબાદ રશ્મિકા વિજય દેવરકોંડાને ડેટ કરવા લાગી હતી. તેમજ અનેક ફિલ્મોમાં કામ પણ સાથે કર્યું હતુ.

સોશિયલ મીડિયા પર વેડિંગ કાર્ડ વાયરલ થયા બાદ લોકો હવે એ જાણવા માંગે છે કે, બંન્નેમાંથી કોણ સૌથી વધુ પૈસાદાર છે. મીડિયા રિપોર્ટ મુજબ વિજય દેવરકોંડાની નેટવર્થ અંદાજે 70 કરોડ છે. તો રશ્મિકા મંદાનાની નેટવર્થ અંદાજે 66 થી 70 કરોડ રુપિયા છે.

વિજય દેવરકોંડા એક ફિલ્મ માટે 12 થી 15 કરોડનો ચાર્જ લે છે. તો નેશનલ ક્રશ રશ્મિકા એક ફિલ્મ માટે 4 થી 8 કરોડની ફી લે છે. બંન્ને લક્ઝરી કારના શૌખીન છે. ફિલ્મો સિવાય જાહેરાત દ્વારા મોટી કમાણી કરે છે.

રશ્મિકા મંદાના 29 વર્ષની છે અને વિજય દેવરાકોંડા 36 વર્ષનો છે.

મતલબ કે વિજય રશ્મિકા કરતાં સાત વર્ષ મોટો છે.દેવેરાકોંડા વિજય સાંઈનો જન્મ આંધ્રપ્રદેશ (હાલનું તેલંગાણા) ના હૈદરાબાદમાં ગોવર્ધન રાવ અને માધવીને ત્યાં થયો હતો .
Published On - 2:32 pm, Mon, 23 February 26