
રણવીરની મોટી બહેન રીતિકા ભવનાની હેડલાઈનમાં ઓછી રહે છે, પરંતુ તેની સુંદરતા ઘણી વખત ચર્ચામાં રહી છે. રિતિકા સુંદરતાના મામલામાં બોલિવૂડની અભિનેત્રીઓ પણ નિષ્ફળ જાય છે.

રણવીર સિંહે વર્ષ 2010માં બોલિવૂડ ફિલ્મ 'બેન્ડ બાજા બારાત'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. રણવીર બાળપણથી જ એક્ટર બનવા માંગતો હતો. તેણે શાળાના દિવસોથી નાટક વગેરેમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તેણે કેટલીક જાહેરાત એજન્સી માટે કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું હતુ.

રણવીર સિંહે 14-15 નવેમ્બર 2018 ના રોજ ઇટાલીના લેક કોમોમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા.રણવીર સિંહ તેની અદભૂત ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. રણવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેની પત્ની દીપિકા પાદુકોણસાથે પણ ઘણી બધી તસવીરો શેર કરતો રહે છે. રણવીર સિંહ તેના પાત્રો માટે ખૂબ મહેનત કરે છે. (All photos social media)
Published On - 3:10 pm, Thu, 6 July 23