ફિલ્મોમાંથી કરોડોની કમાણી કરનાર રામ ચરણ એરલાઈન કંપનીનો માલિક, ઘર છે આલિશાન
સાઉથ સિનેમામાં ઘણા સુપરસ્ટાર્સ છે. તે સુપરસ્ટાર્સમાં રામ ચરણનો સમાવેશ થાય છે. એક્ટરે મગદિરા, રંગસ્થલમ, ઓરેન્જ, યેવડુ અને અન્ય ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો બની હતી.
1 / 5
ટોલીવુડના સૌથી મોટા સ્ટાર રામ ચરણ તેના પિતા ચિરંજીવી, માતા સુરેખા અને પત્ની ઉપાસના સાથે હૈદરાબાદમાં એક આલીશાન બંગલામાં રહે છે. જ્યુબિલી હિલ્સની પોશ કોલોનીઓમાં સ્થિત, હાઉસિંગ ડોટ કોમ મુજબ આ ઘરની કિંમત રૂ. 30 કરોડ છે અને તેમાં સ્વિમિંગ પૂલ, જિમ, મંદિર, કિંગ-સાઈઝ બેડરૂમ જેવી શાનદાર સુવિધાઓ છે. આરઆરઆર સ્ટારનું મુંબઈમાં પેન્ટહાઉસ પણ છે.
2 / 5
પિંકવિલાના રિપોર્ટ મુજબ રામચરણ પાસે 175 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે ભારતીય રૂપિયામાં આશરે રૂપિયા 1370 કરોડની સમકક્ષ છે. એક અભિનેતા અને નિર્માતા તરીકે તેની મોટાભાગની આવક ફિલ્મોમાંથી આવે છે. રામચરણ એક ફિલ્મ માટે 15-17 કરોડ રૂપિયા લે છે. કોઈમોઈ અને જીક્યુ જેવા મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટારે એસએસ રાજામૌલીની આરઆરઆરમાં તેની ભૂમિકા માટે 40 કરોડ રૂપિયા લીધા હતા.
3 / 5
રામ ચરણ ઘણી મોટી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે અને જાહેરાતો માટે મોટી રકમ વસૂલે છે. તેને ઉત્પાદન અને બ્રાન્ડ દીઠ સરેરાશ 1.8 કરોડ રૂપિયા મળે છે. લાઈફસ્ટાઇલ એશિયાના રિપોર્ટ મુજબ તેને પેપ્સી, ટાટા ડોકોમો, વોલાનો, એપોલો જિયા, હીરો મોટોક્રોપ, ફ્રૂટી અને અન્ય સહિત લગભગ 34 બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે.
4 / 5
રામ ચરણને ઓટોમોબાઈલ ખૂબ જ પસંદ છે. રામ ચરણ પાસે 4 કરોડની કિંમતની મર્સિડીઝ મેબેક જીએલએસ 600 અને ઓડી માર્ટિન વી8 વેન્ટેજ, રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી, એસ્ટોન માર્ટિન અને ફેરારી પોર્ટોફિનોની માલિકી ધરાવે છે. એક્ટિંગ સિવાય રામ ચરણ નિર્માતા પણ છે.
5 / 5
રામ ચરણ ઘણીવાર તેની પત્ની ઉપાસના સાથે રજાઓ એન્જોય કરતો જોવા મળે છે. તેમની પાસે TruJet નામની એરલાઈન કંપની પણ છે, જે દરરોજ 5-8 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. તે એવા બહુ ઓછા સેલેબ્સમાંથી એક છે જેઓ પ્રાઈવેટ જેટ ધરાવે છે. આ એરલાઈન દક્ષિણમાં તેની સેવાઓ પ્રદાન કરે છે, આ સિવાય આ એરલાઈન મહારાષ્ટ્ર અને ગોવામાં પરિવહન સુવિધાઓ પણ પ્રદાન કરે છે. આ સિવાય રામ ચરણ પોલો ક્લબના માલિક છે. તેને આ પોલો ટીમનો બિઝનેસ હૈદરાબાદમાં શરૂ કર્યો છે. આ પોલો ક્લબનું નામ રામ ચરણ હૈદરાબાદ પોલો રાઈડિંગ ક્લબ છે.