
તમને જણાવી દઈએ કે, 2021માં પોર્નોગ્રાફી મામલે પણ રાજ કુંદ્રાનું નામ સામે આવ્યું હતુ. આ મામલે તેની ધરપકડ થઈ હતી. તેમની 19 જુલાઈ 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે, એડલ્ટ ફિલ્મો બનાવે છે તેને ડિસ્ટ્રીબ્યુટ પણ કરે છે. તે 63 દિવસ સુધી જેલામાં પણ રહી ચૂક્યો છે.પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા

તમને જણાવી દઈએ કે, બિઝનેસમેન અને બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની કુલ નેટ વર્થ અંદાજે 2800 કરોડ રુપિયા છે. આપણે શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ તેની નેટવર્થ 150 કરોડને નજીક છે.રાજ કુન્દ્રા IPL ટીમ રાજસ્થાન રોયલ્સના સહ-સ્થાપક અને સહ-માલિક પણ રહી ચૂક્યો છે.