
તમને જણાવી દઈએ કે, નિક જોન્સ અમેરિકાનો સિંગર,રાઈટર અને અભિનેતા છે. નિકનું એક મોટુ બેન્ડ ધ જોન્સ બ્રધર્સ છે. નિક પોતાના ભાઈ સાથે પર્ફોમન્સ આપે છે.

પ્રિયંકા ચોપરા અને નિકની વાતચીત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી.એક વખત નિકે પ્રિયંકાને પોતાના ઘરે જમવા બોલાવી હતી. ત્યારબાદ મુલાકાત થતી રહી અને ધીમે ધીમે લવ સ્ટોરી શરુ થઈ હતી,

વર્ષ 2017માં પ્રિયંકા ચોપરાએ નિક જોન્સ સાથે મેટ ગાલામાં એન્ટ્રી મારી સૌને ચોંકાવી દીધા હતા. બંન્ને એકબીજાને ખુબ પ્રેમ કરવા લાગ્યા હતા.આમ 22 જૂન 2018માં નિક અને પ્રિયંકા સગાઈની રિંગમાં જોવા મળ્યા હતા. ત્યારથી એવી અટકળો હતો કે, બંન્નેએ સગાઈ કરી લીધી છે.

વર્ષ 19 જુલાઈ 2018ના રોજ નિક અને પ્રિયંકા લગ્નના બંધનમાં બંધાયા હતા. બંન્નેએ હિંદુ અને કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા.

તેમના લગ્નના 4 વર્ષ બાદ તેમની લાઈફમાં દીકરી માલતી આવી હતી.પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મેરીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.