
ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે, અને તાજેતરમાં, તે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે ચર્ચામાં હતી. 11 જાન્યુઆરી, 2026ના રોજ, હોલીવુડનો સૌથી મોટો એવોર્ડ શો 83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ યોજાયો હતો.

83મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ લોસ એન્જેલિસમાં યોજાયો હતો.મહત્વની વાત એ છે કે, આ વર્ષે પ્રિયંકા ચોપરા જોનસ પણ આ સેલિબ્રિટી ઈવેન્ટનો ભાગ રહી હતી. તેમણે પ્રેઝેન્ટર તરીકે બોલાવવામાં આવી હતી.

પ્રિયંકા ચોપરા શોના રેડ કાર્પેટ પર આવતા જ તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અભિનેત્રીએ ડાર્ક બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેની સાથે મિનિમલ એક્સેસરીઝ પણ પહેરી હતી

આ એવોર્ડમાં તેની સાથે તેનો પતિ નિક જોનસ પણ સામેલ થયો હતો. નિકે બ્લૈક કોર્ટમાં સુંદર લાગી રહ્યો હતો. બંન્ને કેમેરાની સામે પોઝ આપ્યા હતા.

11 જાન્યુઆરીના રોજ ગોલ્ડન ગ્લોબ એવોર્ડને ભારતમાં 12 જાન્યુઆરીના સવારે 6: 30 કલાકે ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના હોલીવુડ ગ્લેમરનો તડકો લગાવ્યો હતો.

પ્રિયંકા ચોપરાના આગામી પ્રોજેક્ટની આપણે વાત કરીએ તો, તો તે ટુંક સમયમાં ધ બ્લફમાં જોવા મળશે. ફર્સ્ટ લુક બાદ મેકર્સ આ અઠવાડિયામાં ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરશે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.