
એક સારી પત્ની અને માતા ઉપરાંત નયનતારા એક સારી વહુ પણ છે. વિગ્નેશના માતા-પિતા સાથેનો આ ફોટો ખુબ જ સુંદર છે.નયનતારાએ તેના લગ્નમાં લાલ રંગના આઉટફિટ પહેર્યા હતા. નયનતારાના લગ્નના ફોટો ખુબ જ વાયરલ થયા હતા.નયનતારા તેની દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નયનતારાને ફિલ્મ 'જવાન' માટે 8 થી 11 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

સાઉથની લોકપ્રિય અભિનેત્રી નયનતારાએ મેટરનિટી બ્રેક લીધો હતો. ઓક્ટોબર 2022માં તેણે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. હવે તે જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે અને મોટા પડદા પર કમબેક કરી રહી છે.

નયનતારાએ વર્ષ 2003માં અભિનયની શરૂઆત કરી હતી. આ સાથે જ તે 'જવાન' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. નયનતારાની નેટવર્થની વાત કરીએ તો તે 200 કરોડથી વધુની પ્રોપર્ટીની માલિક છે. (photo: @nayantharaofficial/instagram)
Published On - 7:07 am, Wed, 19 July 23