
આ ફોટો શેર કરી નવ્યાએ પોતાની પોસ્ટના કેપ્ટનશમાં લખ્યું એક કેમ્પસ જે ઘરમાં બદલી ગયું, આ પોસ્ટ સાથે નવ્યાએ હાર્ટવાળી ઈમોજી પણ બનાવી છે.નવ્યાની આ પોસ્ટ પર માતા શ્વેતા બચ્ચને પણ કોમેન્ટ કરી છે. નવ્યા નવેલી મેગી અને સમોસા ખાતી પણ જોવા મળી છે.

નવ્યાએ દેશની પ્રખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લેવાનું સપનું હંમેશાથી જોયું હતું, જે હવે તેણે પૂરું કર્યું છે.

અહેવાલો અનુસાર નવ્યા નવેલી નંદાએ તેનું માધ્યમિક શિક્ષણ લંડનની સેવનોક્સ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. આ પછી તેણે વધુ અભ્યાસ માટે ન્યૂયોર્કની ફોર્ડહામ યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે. નવ્યાએ વિદેશની આ ખાનગી યુનિવર્સિટીમાંથી ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.

નવ્યાએ જણાવ્યું છે કે, તે આ સંસ્થામાંથી વર્ષ 2026 સુધી અભ્યાસ કરશે. તેને લખ્યું છે, ‘આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP MBA). તેણે કેપ્શનમાં પોતાના કોર્સનું નામ પણ સ્પષ્ટ કર્યું છે.