
આ સિવાય મૌનીને લઈ ફિલ્મમાં ખાસ વાત એ છે કે, મૌની રોય ફિલ્મમાં નાગિનના અવતારમાં જોવા મળશે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફિલ્મના મેકર્સે પહેલા આ ગીત માટે બોલિવુડની પોપ્યલુર અભિનેત્રી કરીના કપૂર ખાનને અપ્રોચ કરી હતી. કરીના કપૂરે આ માટે 8 કરોડનો ચાર્જ લેવાની વાત કરી હતી. ત્યારબાદ ફિલ્મની ટીમે આ ગીત માટે બીજો ઓપ્શન પસંદ કર્યો અને મૌની રોયને પસંદ કરી છે.

ફિલ્મ વિશ્વભ્ભરથી મૌની લાંબા સમય બાદ ડાન્સ ફ્લોર પર પોતાની વાપસી માટે તૈયાર છે. આ સિવાય મૌની રોય ફિલ્મ વિશ્વભ્ભર થી ટોલીવુડમાં ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ડ્રામા ફિલ્મનું નિર્દેશન બિમ્બિસાર ફેમ વશિષ્ઠ કરી રહ્યો છે.

ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન લીડ રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સ્ટાલિન બાદ ચિરંજીવી સાથે આ તેની બીજી ફિલ્મ છે.
Published On - 9:58 am, Sun, 3 August 25