
મંદિરા બેદીએ કહ્યું અમદાવાદ પ્લેન ક્રેશ બાદ તેને ખુબ આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી, તેમણે કહ્યું કે, આ આઘાતમાંથી બહાર નીકળવા માટે તેમણે કાઉન્સલરની મદદ લેવી પડી હતી. અભિનેત્રીએ કહ્યું આ ઘટનામાંથી તે બહાર નીકળી શકતી ન હતી. તેમજ તેમણે આ પોસ્ટમાં કહ્યું કે, આ ઘટનાના કારણે તેના તમામ કામ પર પણ અસર પડી છે.

મંદિરા બેદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદથી હું આઘાતમાં છું. બધી વસ્તુઓ મારા બ્રેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે. મારા બાળકો, મારો સમય. તેમણે એક કાઉન્સલરને આ સમગ્ર વાત કરી હતી.જો તમે પણ ઉદાસી, ચિંતાતુર અથવા અસંતુલિત અનુભવો છો, તો સમજો કે તમે એકલા નથી.

તમને જણાવી દઈએ કે,12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270 લોકોના મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરીમાં 31 લોકોના જીવ બચ્યા હતા. પ્લેન ક્રેશની ઘટનામાં બ્લાસ્ટ બાદ મૃતકોની સ્થિતિ એટલી ભયાવહ હતી કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી.