
ગ્લેમર, ફિટનેસ અને સ્ટાઈલ આજે પણ અભિનેત્રીનું એક સિગ્રનેચર છે.આજે મલાઈકાને કોઈ નામની ઓળખ પણ નથી. રિપોર્ટ અનુસાર તેની નેટવર્થ અંદાજે 100 કરોડ છે.ટીવી શોમાં 6-8 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક ફિલ્મમાં ગીત માડટે 90 લાખનો ચાર્જ લે છે.

મલાઈકાનું મુંબઈના બાંદ્રામાં 4 બીએચકે એપાર્ટમેન્ટ છે. જેની કિંમત અંદાજે 14.5 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક લક્ઝરી કારણો પણ છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે.ગ્લેમરની દુનિયામાં જ નહીં, મલાઈકાએ રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ રોકાણ કર્યું છે. તાજેતરમાં જ, મલાઈકાએ પોતાનું રેસ્ટોરન્ટ, સ્કારલેટ હાઉસ ખોલ્યું.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા 2016માં અલગ થયા હતા. ત્યારબાદ મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરતી હતી પરંતુ એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, બંન્નેનું બ્રેકઅપ થયું છે. અરબાઝ ખાનની વાત કરીએ તો તેમણે 2023માં શુરા સાથે લગ્ન કર્યા છે. શુરા અને અરબાઝ ખાન એક દીકરીના માતા-પિતા બન્યા છે.