
કહી શકાય કે, અભિનેતાને નોટાથી પણ ઓછા મત મળ્યા છે. નોટાને 1298 મત મળ્યા છે. તો એજાઝ ખાનને 155 મત મળ્યા છે. આ બેઠક પરથી જીત શિવસેનાના હારુન ખાનની થઈ છે. એજાઝ ખાન બિગ બોસ 7નો સ્પર્ધક રહી ચૂક્યો છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ સોશિયલ મીડિયા પર અભિનેતાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ બેઠક પરથી 1 લાખ 47 હજાર 928 મતદારો છે. તો એજાઝ ખાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅ્સ છે. ટ્રોલર્સ કહી રહ્યા છે જેટલા મત મળ્યા તેનાથી વધારે તો મારી કોમેન્ટ પર વધારે લાઈક આવે છે.