
"ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" ને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે.સ્મૃતિ ઈરાનીએ ગ્લેમરની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. 16 વર્ષની ઉંમરે, તેમણે મુંબઈમાં નાટક અને થિયેટરમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. જ્યારે તે મોડેલિંગમાં આવી, ત્યારે પતિ ઝુબિન ઈરાનીને મળી હતી. જે એક પારસી ઉદ્યોગપતિ હતા.

સ્મૃતિ ઈરાની અને ઝુબિન માટે તે પહેલી નજરનો પ્રેમ નહોતો. તે સંઘર્ષ કરી રહી હતી અને વધુ પૈસા કમાવવા માટે તેણે એક રેસ્ટોરન્ટમાં કામ પણ કર્યું. આ સમય દરમિયાન તેની મિત્રતા મોના ઈરાની સાથે થઈ, જે ઝુબીનની મિત્ર હતી. આ પછી, ત્રણેય મિત્રો બન્યા અને પછીથી તેઓ વારંવાર મળવા લાગ્યા હતા.

એવું કહેવાય છે કે, મોના ઈરાનીને ઝુબિન સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. આ પછી સ્મૃતિ ઈરાની બંન્નેથી દુર થઈ હતી. આ પછી સ્મૃતિએ પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. અને ટીવીની દુનિયામાં કામ કરવા લાગી હતી.

સ્મૃતિ ઈરાનીને પાછળથી ખબર પડી કે ઝુબિન અને મોના અલગ થઈ ગયા છે. અભિનેત્રીએ ફરીથી ઝુબિન સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમની જૂની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા.

સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝુબિનની પહેલી પત્ની મોના અને તેમની પુત્રી સાથે તેમના સારા સંબંધો છે. સ્મૃતિ ઈરાની અને ઝુબિન 2 બાળકોના માતા-પિતા છે. આ સમગ્ર માહિતી પબ્લિક ડોમીનમાં ઉપલ્બધ માહિતી અનુસાર છે