
અભિષેક બચ્ચન - અમિતાભ અને જયા બચ્ચનના પુત્ર અભિનેતા અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ 212 કરોડ રૂપિયા છે. ભલે અભિષેક આજકાલ ફિલ્મોમાં વધુ જોવા નથી મળતો, પણ તે પ્રો કબડ્ડી ટીમ, ફૂટબોલ ટીમ અને બ્રાન્ડ્સમાંથી પણ ઘણી કમાણી કરે છે.

જયા બચ્ચન- આ યાદીમાં ત્રીજું નામ છે અમિતાભ બચ્ચનની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચનનું. રિપોર્ટ્સ અનુસાર જયા બચ્ચનની કુલ સંપત્તિ 640 કરોડ રૂપિયા છે. તેણે થોડાં મહિના પહેલા રિલીઝ થયેલી 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં કામ કર્યું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન - આ પછી આ લિસ્ટમાં બીજું નામ બચ્ચન પરિવારની વહુ એટલે કે સુપરસ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચનનું છે. રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાની કુલ સંપત્તિ 776 કરોડ રૂપિયા છે. ઐશ્વર્યા માત્ર ફોટોગ્રાફી જ નહીં પરંતુ બ્રાન્ડમાંથી પણ કરોડો કમાય છે.

અમિતાભ બચ્ચન - આવો જાણીએ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી પોતાના કરિયરની શરૂઆત કરનારા અમિતાભ બચ્ચન વિશે. તેમનો પહેલો પગાર માત્ર 500 રૂપિયા હતો. પરંતુ આજે 81 વર્ષની ઉંમરે બિગ બી એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયાની ભારે ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિતાભની કુલ સંપત્તિ 3,190 કરોડ રૂપિયા છે.
Published On - 8:07 am, Tue, 16 January 24